છેલ્લા ઘણા સમયથી દેશમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ચીનની એપ કાઢવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે ટ્વીટરના કારણે વધુ એક વિવાદ ઉભો થયો છે.
અમૂલ કંપનીએ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા અપીલ કરતું એક ટોપિકલ શેર કર્યું જે બાદ કલાકો સુધી અમૂલનું એકાઉન્ટ જ બંધ કરી દેવામાં આવ્યું હતુ.. ચીનને લઈને કરવામાં આવેલા ટ્વીટ બાદથી અમૂલના એકાઉન્ટ પર રિસ્ટ્રિક્ટેડ થવાનો મેસેજ આવી રહ્યો હતો.
થોડા સમય બાદ આ મેસેજ હટી ગયો અને એકાઉન્ટ રીસ્ટોર થઈ ગયું. ટ્વીટરનું કહેવું છે કે આ સિક્યોરિટી પ્રમાણે તેની રૂટિન પ્રક્રિયા છે. ટ્વીટરે સ્પષ્ટ કર્યુ કે, એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું નથી. માત્ર જરૂરી વેરિફિકેશન પૂરા કરવા સુધી એકાઉન્ટને રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યું એટલે કે તેના ફીચર્સ સીમિત કરી દેવામાં આવ્યા હતા.
કંપની પ્રમાણે, આ પગલું સંપૂર્ણ પણે એકાઉન્ટની સિક્યોરિટી માટે હતું. મહત્વનું છે કે, અમૂલ દ્વારા કરવામાં આવેલ ટ્વીટમાં અમૂલ ગર્લ પોતાના દેશને ડ્રેગનથી બચાવતી જોવા મળી રહે છે. અમૂલ ટોપિકલમાં રેડ અને વાઈટ ડ્રેસ પહેરેલી આઈકોનિક અમૂલ ગર્લને પોતાના દેશને એક ડ્રેગન સાથે લડીને બચાવતી જોવા મળી હતી.
તેના પાછળ ચીની વિડીયો-શેયરિંગ મોબાઈલ એપ્લિકેશન TikTokનો લોગો પણ જોવા મળી શકે છે. તેના સિવાય એડમાં મોટા મોટા અક્ષરોમાં લખેલું છે કે અમૂલ ‘Made In India’ બ્રેન્ડ છે અને તેમનું કોફ્સ પીએમ નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર અભિયાન’ પર છે.