અમીત શાહનો કોરોના રિપોર્ટ થોડા દિવસ પહેલા જ નેગિટિવ આવ્યો હતો, ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને રાતે 2 વાગે AIIMSના ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા.
તેમને શ્વાસ સંબંધિત સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે. AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં તેમની સારવાર ચાલી રહી છે. જો કે હાલ તેમની હાલત સ્થિર હોવાનું મનાઈ રહ્યું છે.
કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હોવાથી ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટના રોજ તેઓ કોરોનાને હરાવી ચૂક્યા હતા. તેમણે આ માહિતી પોતે ટ્વીટ કરીને આપી હતી.
જો કે ડૉક્ટરોની સલાહથી તેઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા હતા. જો કે રાત્રે 2 વાગે તેમની તબિયતને પગલે તેમને દાખલ કરવામાં આવ્યા છે. જેને પગલે ચિંતા વધી છે.ડૉક્ટરની સલાહથી હું થોડાક વધારે દિવસો માટે હોમ આઈસોલેશનમાં રહીશ. સાથે ટ્વીટ કરી કહ્યું કોરોના સામે લડવામાં મદદ કરનારા અને મારી સારવાર કરનારા મેદાંતા હોસ્પિટલના ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફનો હું આભાર વ્યક્ત કરુ છું.
તેમણે જણાવ્યું હતું કે આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો આભાર વ્યક્ત કરુ છુ અને આ સમયે જે લોકોએ મારા સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ આપી મારુ અને મારા પરિવારનું મનોબાળ વધાર્યુ છે તે તમામનો હું દિલથી આભાર માનું છું.
ડૉક્ટરની સલાહથી હું થોડાક વધારે દિવસો માટે હોમ આઈસોલેશનમાં રહીશ. સાથે ટ્વીટ કરી કહ્યું કોરોના સામે લડવામાં મદદ કરનારા અને મારી સારવાર કરનારા મેદાંતા હોસ્પિટલના ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફનો હું આભાર વ્યક્ત કરુ છું.