કોરોના વાયરસ સંક્રમણના રોકવામાં માટે દુનિયાભરના અનેક દેશોએ લોકડાઉનની જાહેરાતો કરી છે. આ લોકડાઉનના કારણે ઇ કોર્મસ કંપનીઓને મોટું નુક્શાન થઇ રહ્યું છે. અને આ વચ્ચે દુનિયાની સૌથી મોટી કંપની એમેઝોને જાણકારી આપી છે કે ભારતમાં દેશવ્યાપી લોકડાઉનના કારણે તેની દુનિયાભર કરતા સૌથી વધુ નુક્શાન ભારતમાં થયું છે. ગત 25 માર્ચથી શરૂ થયેલા આ લોકડાઉનમાં કંપનીને ખાલી જરૂરિયાત વાળી વસ્તુઓ વહેંચવાની જ મંજૂરી હતી. જેના કારણે તેને કરોડો ડૉલરનું નુક્શાન થયું છે.
એમેઝોનના સીએફઓ બ્રાયન ઓલ્સાવસ્કીએ જણાવ્યું કે આંતરાષ્ટ્રીય સ્તરે લોકડાઉનથી જે દેશમાં અમને સૌથી મોટું નુક્શાન થયું છે તે ભારત છે. જ્યાં અન્ય કંપનીઓની રીતે અમે પણ બસ જરૂરી વસ્તુઓનું વેચાણ કરી શકીએ છીએ.
એમેઝોનના હેટ અમિત અગ્રવાલે પીએમઓ તથા વાણિજ્ય મંત્રાલયના માર્કને ટ્વિટમાં અનુરોધ કર્યો છે કે સરકાર ઇ કોર્મસ કંપનીઓને પોતાના કામકાજ શરૂ કરવાની મંજૂરી આપે.
કોરોના વાયરસ મહામારીના કારણે ગ્રાહકો સુધી ઉત્પાદન ન પહોંચાડવા અને કર્મચારીઓને સુરક્ષિત રાખવામાં એમેઝોનને લગભગ 4 અરબ ડોલરનો ખર્ચ કરવો પડી શકે છે. તેમાં પસર્નલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, ફૈસિલિટીઝની સાફ સફાઇ, સોશિયલ ડેસ્ટિંસિંગ નક્કી કરવાના માટેની પ્રકિયાને અપનાવવું અને કોવિડ 19ની તપાસ પોતાના કર્મચારીઓને કરાવવી આ ખર્ચ પણ સામેલ છે.