આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે,ત્યારે શિવજીના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેની સાથે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.કોરોના મહામારીને કારણે આ વર્ષે બાબા બર્ફાનીના દર્શન નહીં કરી શકાય. દેશના લાખો ભક્તો પવિત્ર અમરનાથ ગુફા સુધી નહીં પહોંચી શકે.
મળતા માહિતી મુજબ અમરાનાથ યાત્રા આ વખતે નહીં યોજવાનો નિર્ણય જમ્મુ કશ્મીર વહીવટી તંત્રએ લીધો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કશ્મીરના ઉપરાજ્યપાલ સાથેની બેઠકમાં યાત્રા પર રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે, આજરોજ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ અમરનાથ યાત્રાને લઈને આજે બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં અમરનાથ યાત્રા બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં તમામ બોર્ડ મેમ્બરે યાત્રા ન થવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. લાંબી ચર્ચા બાદ સર્વસમ્મતિથી અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ શ્રી અમનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ પણ છે.