અત્યારે કોરોનાના કહેર વચ્ચે મુકેશ આંબાણીએ ફેસબુક સાથે મહત્વની ડીલ કરી તેના વિશે આપણે બધા જાણીએ છે પરંતુ આ પોજેક્ટને હવે એક નામ આપવામાં આવ્યું છે.કોરોના વાઈરસના સંકટ વચ્ચે દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક અને રિલાયન્સ જિયો વચ્ચે રૂ. 43,574 કરોડની ડીલ થઈ. આ ડીલ પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળો આવ્યો તો મુકેશ અંબાણી બુધવારે અલીબાબાના જેક માને પછાડીને ફરી એશિયાના સૌથી ધનવાન માણસ બની ગયા.
મુકેશ અંબાણીએ 14 મહિના પહેલા આ ડીલ મુદ્દે ઝકરબર્ગ સાથે વાત શરૂ કરી હતી. આ યોજનાને પુત્ર આકાશ અને પુત્રી ઈશા અંબાણીએ ફેસબુક હેડક્વાર્ટરની અનેક મુલાકાત લઈને અંતિમ રૂપ આપ્યું હતું. આ ડીલ ફાઈનલ કરવામાં બંનેએ રિલાયન્સની 30 સભ્યની કોર ટીમ બનાવી હતી. આ સિક્રેટ મિશનને પ્રોજેક્ટ રેડવુડ નામ અપાયું હતું, 14 મહિનામાં પૂરું કરી દેવાયું હતું.
22 એપ્રિલે ડીલ સાઈન થવાની હતી, પરંતુ લૉકડાઉન જાહેર થતાં કંપનીએ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી જુદા જુદા વિભાગોના કોર ટીમના સભ્ય મનોજ મોદી, પંકજ પવાર અને અંશુમન ઠાકુરે અનેક દિવસ ઊંઘ્યા વિના આ યોજના અંતિમ તબક્કામાં પહોંચાડી. મુકેશ અંબાણી અને માર્ક ઝકરબર્ગ વચ્ચે આ મુદ્દે વાતચીતમાં ઝડપ ત્યારે વધી, જ્યારે ફેસબુકે અજીત મોહનને ઈન્ડિયા હેડ બનાવ્યા. આ ડીલ સાઈન કરાવવામાં અંશુમન ઠાકુરની ભૂમિકા પણ મહત્ત્વની રહી. બુધવારે 22 એપ્રિલે તેઓ અજીત સાથે સવારે ચાર વાગ્યાથી ફોન પર વાત કરતા હતા.
આ ડીલ પહેલા તેઓ ડોક્યુમેન્ટ્સનો ફાઈન ડ્રાફ્ટ તૈયાર કરતા હતા. તેઓ એટલા થાકી ગયા હતા કે, તેમણે સિનિયરોને પૂછવું પડ્યું હતું કે, શું હું થોડા કલાક સૂઈ શકું છું? આ ડીલની મીડિયામાં જાહેરાત કરતા પહેલા સૂઈ જવું પણ મોટી વાત હતી. અંશુમન કહે છે કે, લૉકડાઉનના કારણે વાતચીતનો સિલસિલો અટક્યો ના હોત, તો અમે આ ડીલ 31મીએ જ જાહેર કરી દીધી હોત!
આ ડીલને પ્રોજેક્ટ રેડવુડ નામ અપાયું હતું. આ નામ રાખવાનું કારણ એ છે કે, ફેસબુકનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં આવેલું છે, રેડવુડના વૃક્ષ મોટી સંખ્યામાં છે. આ ડીલ આખરી તબક્કામાં પહોંચી ત્યારે લૉકડાઉન જાહેર થયું. વીડિયો કોન્ફરન્સિંગ એકમાત્ર વિકલ્પ હતો. 16 માર્ચની મીટિંગ રદ થયા પછી બંને કંપની વચ્ચે પહેલી વર્ચ્યુઅલ મીટિંગ ભારતમાં 21-22 માર્ચે થઈ હતી.