આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીઓનો સૌથી વધુ લોકપ્રિય જો કોઈ તહેવાર હોય તો એ છે નવરાત્રી અને ઉતરાયણ, ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર લોકો બજારોમાં જઈને માંઝાને રંગાવી રહ્યા છે. અને પતંગની ખરીદી પણ કરી રહ્યા છે. પરંતું શું તમે જાણો છો કે અમદાવાદીઓ ઉતરાયણનો તહેવાર કઈ જગ્યાએ મનાવવાનું વધું પસંદ કરે છે તો ચાલો અમારા આ લેખમાં અમે તમને જણાવી દઈએ.
અમદાવાદ શહેરમાં આવેલ તમામ કોટ વિસ્તારમાં ઉતરાયણની મજા કંઈક જુદી જ હોય છે. કોટ વિસ્તારમાં બહારનાં લોકો ધાબાઓ ભાડે રાખતા હોય છે અને આ વર્ષે પતંગ ચગાવવા માટે મળતા ધાબાના ભાડામાં પણ કોટ વિસ્તારના લોકો દ્વારા બમણો વધારો કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં લોકો ઉતરાયણમાં પતંગ ચગાવવા માટે પોળોમાં ધાબું ભાડે રાખતા હોય છે. આ ટ્રેન્ડ છેલ્લા 5 વર્ષોથી ચાલી રહ્યો છે. પતંગ રસિકો ઉતરાયણની ભરપૂર મજા માણવા માટે કોટ વિસ્તારના લોકોને 5 થી 10 હજાર રૂપિયા ભાડું પણ ચુકવતા હોય છે. વિદેશમાં રહેતા મૂળ ભારતીયો અત્યારથી જ ધાબા બુક કરાવી દેતા હોય છે. તેવું જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે પતગ રસિકો શહેરનાં રાયપુર, ગાંધીરોડ, ખાડિયા, રિલીફ રોડ, સહિત કોટ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાનું વધું પસંદ કરે છે અને વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા પર ચડી જાય છે અને આ ઉત્સવનો ભરપૂર આનંદ ઉંધીયું અને જલેબી ખાઈને માણે છે.