કોરોના વાયરસની મહામારી દેશ અને દુનિયામાં ફેલાય છે,ત્યારે તેનાથી બચવા માટે સેનિટાઇઝર અને માસ્ક ખૂબ જ ઉપયોગી છે, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય રીતે ના કરવામાં આવે છે તો એ હાનિકારક પણ બની શકે છે.
ત્યારે આંધ્રપ્રદેશમાં સેનિટાઇઝર પીવાના કારણે 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. પ્રકસમ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલે આ માહિતી આપી છે. કુરીચેડુ મંડળના મુખ્ય મથકની મુલાકાતે આવેલા એસપીએ જણાવ્યું હતું કે મૃતકો ઘણા દિવસોથી સેનિટાઇઝરને પાણી અથવા અન્ય કોઈ પીણા સાથે પી રહ્યો હતા.
મળતી માહિતી મુજબ આ સેનિટાઇઝરોમાં અન્ય કોઈ ઝેરી પદાર્થ પીધેલી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. એસપીએ જણાવ્યું હતું કે તેના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે આ તમામ મૃતકો છેલ્લા 10 દિવસથી સેનિટાઇઝર પી રહ્યા હતા.
આ બનાવએ વિસ્તારમાં બન્યો જ્યા હાલ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે. અહીં કોરોના વાયરસના ઘણા દર્દીઓ નોંધાયા છે. લોકડાઉન થવાને કારણે આ વિસ્તારમાં દારૂની દુકાન પણ બંધ કરી દેવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દારૂના લોકો સેનિટાઇઝર પીતા હતા કારણ કે તેમાં દારૂનો કેટલોક હિસ્સો પણ જોવા મળે છે.
સ્થાનિક મંદિર નજીક આ ઘટનાનો પહેલો ભોગ બનેલા બે ભિખારી થયા છે.આ સાથે જ, ત્રીજાનું સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. આ ત્રણેય મોત ગુરુવારે થયા હતા. જ્યારે બાકીના 6 લોકો શુક્રવારે સવારે મૃત્યુ પામ્યા હતા. સેનિટાઇઝર પીધા પછી આ બધાની હાલત પણ કથળી હતી.