લદાખમાં થયેલી ભારત અને ચીન વચ્ચે અથડામણ બાદ ભારતે ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકયો હતો.જેમા ટિકટોક સહિતની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.બધાની વચ્ચે કંપનીઓને ચેતવણી આપી છે. કંપનીઓને કહેવામાં આવ્યું છે કે એપ પર પ્રતિબંધનો કડકપણે પાલન થવું જોઈએ અને જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કંપનીઓ કાયદા અનુસાર કડકપણે કાર્યવાહી કરવામાં આવશે.
આપને જાણાવી દઇએ કે સરકારે 59 ચાઈનિઝ એપ પર પ્રતિબંધ બાદ આ એપ્સને મંગળવારે આ એપ્સને આદેશનું કડકપણે પાલન કરવા માટે આદેશ કર્યો છે અને કહ્યું કે ઉલ્લંઘન કરવા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે લદ્દાખમાં ચીન સાથે અથડામણ બાદ ભારત સરકારે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચીનની ઘણી બધી એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 29 જૂનના રોજ ટિકટોક, યુસીબ્રાઉઝર અને કેમસ્કેનર સહિતની 59 એપ પર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આઈટી મંત્રાલય દ્વારા ફરી વાર આ બધી જ એપને સૂચના આપવામાં આવી છે કે પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે એપ ઉપલબ્ધ કરાવવી અને તેનું સંચાલન કરવું માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ એક ગુનો છે અને અન્ય કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરી શકાય છે. આ બધી જ કંપનીઓને મંત્રાલય દ્વારા આદેશોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.