આપણે જયારે પણ કોઈ સ્થળ પર ફરવા જઈએ તો આપણો હેતુ હોય છે કે આપણે ખુબ મજા કરીએ અને એ દરેક મોમેન્ટને કેમેરામાં કેદ કરી લઈએ. જેથી ફરી-ફરીને આપણે એ યાદોને તાજી રાખી શકીએ. પરંતુ મોટાભાગે એવું થતું હોય છે કે, કોઈ પોઝના બદલે કેમેરામાં કૈક નવીનતમ જ કેપ્ચર થાય છે. જેના માટે ક્યારેક આપણને દુઃખ થાય પણ એ રીવાઇન્ડ કરવાથી આપણે હસી-હસીને લોથપોથ ચોક્કસથી થતા હોઈએ છીએ તો ચાલો આજે વર્લ્ડના એ બેસ્ટ પિક્ચર બતાવીએ તમને કે જેથી તમે પણ હસી-હસીને લોથપોથ થઇ જાઓ.
કોઈ તો બચાવો આ ભાઈને !
જોયુંને, ભાઈ કેવા શાંતિથી સુતા છે. પણ એમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ તો નથી. સામાન્ય રીતે આપણે આવા પોઝ લેતા હોઈએ છીએ, પણ ભલું કરે ભગવાન આ ભાઈનું તો!!
જેક પડી ગયો…
આ ભાઈનું નામ જેક છે, જે કોઈ સારો એવો પોઝ આપવાની કોશિશમાં હતા. અને વચ્ચે બીજા વિઝીટરની સામે જોવામાં રહ્યા એટલામાં જ એમના આ પોઝનો ફાલુદા બની ગયો હોય એવું લાગી રહ્યું છે.
હે ભગવાન આ શું થયું?
આટલી સુંદર જગ્યા પર ખબર નહિ કઈ રીતે આ બેન ખાબકી પડ્યા…. ઈમેજીન કરીને પણ હસવું જ આવે. જો કે એ જે હોઈ તે પણ જગ્યા ખુબ સરસ છે.
આવું કરવાની કોઈ જરૂરીયાત હતી ખરી?
સાચું કહું તો, આટલી શું તાલાવેલી હતી પિક્ચર ક્લિક કરવાની? જાણે કે દુનિયા કાલે જ નાશ પામશે અને આ ભાઈ જ રહી ગયા હતા પિક્ચર ક્લિક કર્યા વગરના.
આગમચેતી વગરની જ ઘટના.
આ ત્રણેય બહેનો પિક્ચરમાં હસવાની બદલે હમણાં જ રડી પડશે એવું લાગી રહ્યું છે. વેકેશનની મોજમાં આ શું થઇ ગયું એ હજુ પણ એમને સમજાતું નથી.
ઓ મમ્મી……
જો તમે તમારા બાળકને લઈને એકવા મ્યુઝીયમમાં ફરવા ગયા હોવ અને બાળક તમારી રાહ જોતું એક જગ્યા પર બેઠું હોઈ અને પાછળથી કોઈ મોટી માછલી આવીને તમારા બાળકને ડરાવી દે તો શું કરશો? વિચારો.
ફેશન હોય તો આવી…
સૌથી વધુ ખુશ મિજાજી હોવું એ જરૂરી છે પણ એ સાબિત કરવું તો બિલકુલ નહિ, અને એ પણ પબ્લીકલી તો નહિ જ! કદાચ આ ભાઈ પોતાને ફની સાબિત કરવા માંગતા હશે.
અમે બચાવીશું આ ઈમારત ને…
ઇટલીના પિસામાં આવેલી ઢળતી ઈમારત વિષે દરેક વ્યક્તિ જાણે છે. અને એટલે જ કદાચ આ પિક્ચર હાંસીપાત્ર બન્યો હશો. કેમકે અમે બચાવી લેશુંની લાગણી સાથે લોકો કેવા મજા લઇ રહ્યા છે, અને આપણે પણ.
બાળકો માટે ડીઝની નથી…
મિકી એ કદાચ બાળકોનું સૌથી ગમતું પાત્ર હશે, પણ આ પિકચર પરથી તો લાગી રહ્યું છે કે આ બાળકે આવું ક્યારેય વિચાર્યું ન હતું કે મિકી તેના પર આ રીતે એટેક કરશે. બિચારું ડરેલું બાળક!