જો તમે ઘરેથી કામ કરી રહ્યો છો તો અમે તમારા માટે જિયો, વોડાફોન અને એરટેલના કેટલાક બેસ્ટ અને લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાન્સ વિશેની જાણકારી લઈને આવ્યા છે. આ પ્લાન્સ તમારી જરૂરિયાત પ્રમાણે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે વર્ક ફ્રોમ હોમ માટે વધુ ડેટાની જરૂર પડે છે અને આ પ્લાન્સ બેસ્ટ છે.
જિયોમાં 1.5 જીબી ડેઈલી ડેટાનો પ્લાન છે. તેની કિંમત 2121 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 336 દિવસની છે. આ સિવાય આ પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં જિયોથી જિયો નેટવર્કમાં ફ્રી અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 12 હજાર એફયૂપી મિનિટ્સ મળે છે. આ પ્લાનમાં જિયોની બધી જ એપનું સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.
એરટેલમાં 1.5 જીબી ડેઈલી ડેટાનો પ્લાન છે. તેની કિંમત 2398 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ સિવાય આ પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં આમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને ઝી પ્રીમિયમ અને વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. જે લોકો વીડિયો જોવાના શોખીન છે તેમના માટે આ પ્લાન બેસ્ટ છે.
એરટેલમાં 1.5 જીબી ડેઈલી ડેટાનો પ્લાન છે. તેની કિંમત 2399 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ સિવાય આ પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં આમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને ઝી પ્રીમિયમ અને વોડાફોન પ્લેનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. ત્રણેય કંપનીના પ્લાનમાં સૌથી સારો અને સસ્તો પ્લાન એરટેલનો છે. તેમાં ફીચર્સ પણ વધુ મળે છે.