ભારત સરકારે એક દેશ-એક ચૂંટણી માટે મોટું પગલું ભર્યું છે. સરકારે કમિટીની જાહેરાત કરી છે. આ અંગે જાહેરનામું બહાર પાડીને સરકારે આઠ સભ્યોની સમિતિની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી આ સમિતિના સભ્ય હશે. ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ સી કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી ચર્ચા છે કે સરકાર સંસદમાં વન નેશન વન ઇલેક્શન માટે બિલ લાવી શકે છે. વન નેશન વન ઈલેક્શનનો સીધો અર્થ એ છે કે દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. આ સંદર્ભમાં આ સમિતિની જાહેરાતને આ દિશામાં વધુ એક પગલું માનવામાં આવી રહ્યું છે.