સ્થાનિક શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે અને બજારના મુખ્ય સૂચકાંકો નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે.
ગઈકાલે એટલે કે બુધવારે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો આજે પણ ચાલુ છે અને શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. બેંક શેરોમાં આજે પણ નબળાઈ જોવા મળી રહી છે. બુધવારે BSE સેન્સેક્સ 676 પોઈન્ટ ઘટીને 65,782 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 207 પોઈન્ટ ઘટીને 19,514 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજે બજારનું ઓપનિંગ કેવું રહ્યું?
શેરબજારની શરૂઆતની વાત કરીએ તો BSE સેન્સેક્સ 232.17 પોઈન્ટ અથવા 0.35 ટકાના ઘટાડા સાથે 65,550.61ના સ્તરે ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 63.10 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 19463.45 ના સ્તર પર ખુલ્યો હતો.
માર્કેટના પ્રી-ઓપનિંગમાં માર્કેટની મૂવમેન્ટ કેવી રહી હતી
શેરબજારના પ્રી-ઓપનિંગમાં પણ બજાર લાલ નિશાનમાં જ જોવા મળ્યું હતું. BSE નો સેન્સેક્સ 232.67 પોઈન્ટ એટલે કે 0.35 ટકાના વધારા સાથે 65550.11 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 50.85 પોઈન્ટ એટલે કે 0.26 ટકાના ઘટાડા સાથે 19475.70 પર રહ્યો.