રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી પદ પરથી હટાવ્યાં બાદ આજે સચિન પાયલટ પત્રકાર પરિષદ કરવાના હતા. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ હવે સચિન પાયલટ પત્રકાર પરિષદ નહીં કરે. જો કે હજુ સુધી આ અંગેનું કારણ સ્પષ્ટ જાણવા મળ્યું નથી. જો કે આ સાથે કોંગ્રેસ દ્વારા સચિન પાયલ સહિત 19 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે.
રાજસ્થાન રાજકારણને લઇને મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. જેમાં કોંગ્રેસ દ્વારા સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે વિધાનસભા અધ્યક્ષે પણ સદસ્યતા રદ્દ કરવા નોટિસ ફટકારી છે.
જ્યારે બીજી તરફ સચિન પાયલટ આજે પત્રકાર પરિષદ નહીં યોજે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હજુ સુધી આ અંગેનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. આ સાથે સચિન પાયલટ ભાજપમાં પણ નહીં જોડાય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
આ અગાઉ અશોક ગેહલોત પર સચિન પાયલટે પલટવાર કર્યો છે. સચિન પાયલટે કહ્યું કે રાજસ્થાનમાં મે 5 વર્ષ સુધી મહેનત કરી. રાજસ્થાનમાં મેં મહેનત કરી, સત્તામાં આવ્યાં પરુંતુ ગેહલોતે કંઇન આપ્યું. આ સત્તાનો સંઘર્ષ નથી, પરંતુ આત્મસન્માનની વાત છે. ભાજપમાં સામેલ થવાને લઇને સંપૂર્ણ વાત ખોટી છે