આવતીકાલે 14 એપ્રિલે દેશમાં લૉકડાઉનની મર્યાદા પૂર્ણ થઈ રહી છે ત્યારે સમાચાર આવી રહ્યાં છે કે આવતીકાલે સવારે 10 વાગ્યે PM મોદી દેશને સંબોધન કરશે. ત્યારે મહત્વનું છે કે દેશમાં લૉકડાઉન લંબાવવાને લઈને મહત્વની જાહેરાત કરી શકે છે.
આવતીકાલે 21 દિવસનું લૉકડાઉન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે PMO દ્વારા આજે ટ્વિટ કરીને જાણકારી અપાઈ હતી કે આવતીકાલે સવારે 10 વાગ્યે PM મોદી દેશને સંબોધન કરશે. આ સંબોધન PM મોદી લૉકડાઉન 2.0 જાહેર કરી શકે તેવી શક્યતા રહેલી છે.
માનવામાં આવી રહ્યું છે કે જો લૉકડાઉન દેશમાં લંબાય છે તો કેટલીક છૂટછાટ અને શરતા સાથે દેશમાં લૉકડાઉન લંબાવી શકાય છે. આ મુદ્દે પણ PM મોદી પોતાના સંબોધનમાં વાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ 11 એપ્રિલે રાજ્યોના તમામ CM સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી અને લૉકડાઉન લંબાવવા અંગે ગહન ચર્ચા કરી હતી. આવામાં કેટલાંક રાજ્યો દ્વારા અગાઉથી જ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દેવાયું છે.
કહેવાય છે કે PM મોદી આવતીકાલે લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી શકે છે પરંતુ તેમાં શરતો સાથે આંશિક છૂટછાટ આપી શકે છે. મહત્વનું છે કે ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગે ગૃહમંત્રાલયને પત્ર લખીને સૂચન કર્યું છે કે કેટલાક પ્રમુખ સેક્ટરને સુરક્ષાની સાથે ફરીથી શરૂ કરવામાં આવે. DPIITએ કહ્યું કે આર્થિક ગતિવિધિમાં સુધાર લાવવા માટે અને લોકોના હાથમાં રૂપિયા પહોંચતા કરવા માટે હવે આ સેક્ટરમાં થોડી છૂટ આપવામાં આવે તે જરૂરી છે.
મહત્વનું છે કે 11 એપ્રિલે PM મોદીની રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી બેઠક બાદ કેટલાંક રાજ્યોએ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો હતો. દેશમાં સૌપ્રથમ ઓરિસ્સાએ તો 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, પંજાબ (1 મે), પ.બંગાળ, અને તમિલનાડુ એ પણ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દીધો છે.