મૃતક મિત્રની સગીર પુત્રી પર બળાત્કાર કરનાર મહિલા અને બાળ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારી પર પોલીસ કાર્યવાહી ચાલુ છે. આરોપી પ્રેમોદય ખાખાની ધરપકડ કર્યા બાદ હવે પોલીસે તેની પત્નીને કસ્ટડીમાં લીધી છે. આ કેસમાં આરોપીની પત્ની પર પણ તેને સાથ આપવાનો આરોપ છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસમાં પીડિતા 12મા ધોરણની વિદ્યાર્થીની છે. વર્ષ 2020 માં, તેના માતાપિતા બંનેનું અવસાન થયું હતું. આ પછી આરોપી પીડિતાને તેના ઘરે લઈ આવ્યો. અહીં 2020 થી 2021 વચ્ચે તેણે પોતાના જ મિત્રની દીકરી પર ઘણી વખત રેપ કર્યો. આરોપ છે કે જ્યારે કિશોરી ગર્ભવતી થઈ, ત્યારે આરોપીએ તેની પત્નીને આ વિશે કહ્યું, જેણે કથિત રીતે તેનો ગર્ભપાત કરાવ્યો.
ઓફિસમાંથી સસ્પેન્ડ
આ ભયાનક ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપી અધિકારીને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહી
દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાની અનેક કલમો અને કડક પોક્સો એક્ટ હેઠળ આ મામલામાં એફઆઈઆર નોંધી છે. સગીર યુવતીએ પોલીસ સ્ટેશનમાં પોતાના પર અત્યાચારની ફરિયાદ નોંધાવી છે. અત્યારે પીડિતા તણાવ અને દબાણમાં છે. તેમનું નિવેદન નોંધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube