દેશભરમાં લોકડાઉન 4ને લઈને અનેક પ્રકારની અટકળો આવી રહી છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. 17મેએ પૂરું થનારા લોકડાઉનને લઈને પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. આ સાથે જ ગઈકાલે પીએમ મોદીના રાજ્યના સીએમ સાથે થયેલી મીટિંગમાં 4 રાજ્યોએ લોકડાઉનને લંબાવવાની માંગણી કરી હતી.
લોકડાઉન પાર્ટ 3 પછી શું થશે તેમ જ રાજ્યોમાં કોરોનાને લઈને શું સ્થિતિ છે તે જાણવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. સમાચાર આવી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો લોકડાઉન ખુલ્લું રહેશે તો બહારથી લોકો બિહાર આવશે અને કોરોનામાં સંકટ વધશે
મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ અને બંગાળના સીએમઓએ પીએમ મોદી પાસે લોકડાઉન વધારવા માંગ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે લોકડાઉન વધાર્યા વગર આગળ વધવું શક્ય નથી.
તેલંગણા CMએ લોકડાઉન વધારવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે પેસેન્જર ટ્રેન ચલાવીને કોરોના સંક્રમણનું જોખમ છે. આ સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે રેડ ઝોનને ગ્રીન ઝોનમાં જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.