દેશમાં જારી કોરોના સંકટની વચ્ચે પીએમ મોદીએ લિન્ક્ડઇન પર લોકો સાથે ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું, કોરોના વાયરસ સમસ્યા લઇને આવ્યો છે. તેઓએ કહ્યું કે કોરોના વાયરસે પ્રોફેશનલ લાઇફને પૂર્ણ રીતે બદલી નાંખી છે.
તેઓએ કહ્યું કે આપણું ઘર જ આપણું ઓફિસ છે. ઇન્ટરનેટ આપણુ નવું મીટિંગ રુમ છે. કેટલાક સમય માટે ઓફિસના સહયોગીઓની સાથે બ્રેક લેવો ઇતિહાસ બની ગયું છે.
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે તાજા આંકડાઓ જારી કરવામાં આવ્યા. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 15,712 કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 507 મોત થયા છે. જ્યારે 2231 દર્દીઓ ઠીક થયા છે.
ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 1334 કેસ નોંધાયા છે. જ્યારે 27 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે 23 રાજ્યોના 54 જિલ્લાઓમાં ગત 14 દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણનો એકપણ કેસ સામે આવ્યો નથી. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લગાવામાં આવેલું લૉકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે.