લૉકડાઉન 3.0 બાદ PM મોદીનું આ પહેલું સંબોધન છે. જેમાં તેઓ બુદ્ધ પૂર્ણિમાના અવસરે વીડિયો કોન્ફરન્સથી વાત કરી રહ્યા છે અને સાથે જ સંબોધનમાં લૉકડાઉન મુદ્દે પણ ચર્ચા કરી PM મોદી કોરોના વોરિયર્સને સન્માન આપશે અને સાથે જ આ સમારોહમાં સંસ્કૃતિ મંત્રાલય અને પર્યટનમંત્રી પ્રહલાદ સિંહ પટેલ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજૂજૂ પણ સામેલ થયા છે.
PM મોદીએ કહ્યું છે કે આપણે કોરોના વાયરસમાં સંગઠિત પ્રયાસોથી માનવતાને બચાવીશું. આપણું કામ સેવાભાવથી થાય તે જરૂરી છે. સમયની સાથે પરિસ્થિતિ બદલાઈ છે અને લોકો એકબીજાની સેવામાં લાગ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે પોતાના પરિવારની સાથે સાથે અન્યની પણ રક્ષા કરવાની છે.
PM મોદીએ સંબોધનમાં કહ્યું ભગવાન બુદ્ધ માત્ર એક નામ નહીં પણ એક વિચાર છે. આ આજે પ્રત્યેક માનવતામાં જોવા મળે છે. બુદ્ધ ત્યાગ અને તપસ્યાની સેવા છે. બુદ્ધ મજબૂત ઈચ્છાથી સામાજિક સેવાની પરાકાષ્ઠા છે. આજે પ્રત્યેક વ્યક્તિ વિશ્વના દરેક ખૂણામાં અભિનંદનને પાત્ર છે. વિશ્વમાં ઉથલપાથલ છે ત્યારે ભગવાન બુદ્ધની શીખ પ્રાસંગીક થઈ જાય છે.
ભારત નિસ્વાર્થ ભાવે સંકટમાં ફસાયેલા વ્યક્તિની સાથે છે. અમારા માટે સંકટનો આ સમય સહાયતા કરવાનો છે. ભારતે દરેક જરૂરતમંદ સુધી સહાય પહોંચાડી છે. ભારત આજે પ્રત્યેક ભારતવાસીનું જીવન બચાવવા પ્રયાસ કરી રહ્યું છે.
PM મોદીએ સંબોધનમાં કહ્યું છે કે મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને લોકોની મુશ્કેલીઓને દૂર કરી શકીશું . કોરોના વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે પ્રોત્સાહન આપતાં કહ્યું કે બુદ્ધ કોઈ એક સ્થિતિ સુધી સિમીત નથી. સમયનું ચક્ર ફરતું રહે છે.આપણે આપણી મહાન પરંપરાને સમૃદ્ધ બનાવવાની છે. ભગવાન બુદ્ધ સેવા અને સમર્પણનો પર્યાય છે.
દુનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને સાથે એકમેકની મદદથી આપણે તેમાંથી બહાર આવવાનું છે. સંકટના સમયે દરેકની મદદ કરવી એ જ આપણો ધર્મ છે. નિરંતર સેવા ભાવથી કામ થવું જોઈએ અને સાથે જ કરુણા સેવા રાખવી જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશના જુદા જુદા ભાગોમાં દુનિયા પોતાની રીતે લોકોની સેવા કરી રહી છે. પછી, લોકોને કાયદાનું શાસન કરવું જરૂરી છે કે રસ્તામાં બીમાર લોકોની સારવાર કરવી જરૂરી છે, દરેક જણ તેમના વતી સેવા આપી રહ્યું છે. આજે વિશ્વ ઉથલપાથલમાં છે, આવા સમયે બુદ્ધનું અધ્યયન મહત્વનું છે.
આ કાર્યક્રમ કોવિડ -19 પીડિતો અને મેડિકલ સ્ટાફ, ડોકટરો અને પોલીસકર્મીઓ અને અન્ય જેવા ફ્રન્ટલાઈન યોદ્ધાઓના માનમાં રાખવામાં આવ્યો છે. ખરેખર વૈશાખ બુદ્ધ પૂર્ણિમાને ત્રિપલ ધન્ય દિવસ તરીકે એટલે કે તથાગત ગૌતમ બુદ્ધનો જન્મ, જ્ઞાનની પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.