કોરોના વાયરસ કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે દેશમાં અનેક ઉપાયો કરવા છતાં પણ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું નથી.અને તેનાથી બધા પરેશાન થઇ ગયા છે.ત્યારે આ બધાની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી સૌથી વધારે પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરશે.
આ સમયે આ બેઠકમાં કોરોનાને કાબૂમાં લેવા માટેની સંભાવનાઓની ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ બેઠકમાં આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, તમિલનાડુના CM હાજર રહેશે.
મળતી માહિતી અનુસાર કોરોના પ્રભાવિત આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજર રહેશે.ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 1 વાગે બેઠકમાં હાજર થશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી કોરોનાની સ્થિતિની જાણકારી લેશે.
આપને જણાવી દઇએ કે પીએમ મોદી કોરોના વાયરસની સ્થિતિને લઈને 8 સૌથી વધારે પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. તેમાં અનેક રાજ્યોના કામને પણ પીએમ મોદીએ વખાણ્યા છે.
આ વખતે પીએમ મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં કોરોનાની સંખ્યા 22 લાખને પાર થઈ છે. છેલ્લા 24 કલાકના આંક પર નજર કરીએ તો કોરોનાના 53600 નવા કેસ આવ્યા છે. જ્યારે 871 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ત્યારે આપણે સૌવ જાણીએ છે કે આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ આ 8 રાજ્યો એવા છે જ્યાં કોરોના મહામારીથી 2000થી વધારે લોકોના મોત થયા છે. અરુણાચલ, મિઝોરમ, સિક્કિમ એવા રાજ્યો છે જ્યાં 5 લોકોના જીવ ગયા છે. અરુણાચલમાં 3, સિક્કિમમાં 1નું મોત થયું છે. મિઝોરમમાં આ બિમારીથી કોઈનું મોત થયુ નથી.