પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસના સંકટથી લડવા માટે દેશને સામૂહિક સંકલ્પ પ્રદર્શન કરવા રવિવાર રાત્રે પોતાના ઘરની લાઈટ બંધ કરીને દિવા પ્રગટાવવા માટે કહ્યું હતું. પીએમ મોદીએ આજે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લોકો દિવડા પ્રગટાવવા કહ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રીની આ અપીલ બાદ સમગ્ર દેશમાં લોકોએ સમર્થન આપતા દિવડા પ્રગટાવ્યા છે અને લોકોએ પોતાના ઘરે દિવાઓ પ્રગટાવ્યા છે. તો ક્યાં લોકો મોબાઇલની ફ્લેશ લાઇટ કરીને દેશની એકતા બતાવી છે.
વિરૂદ્ધ જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશમાં આજે રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ માટે દિવડા, કેન્ડલ, મોબાઇલ ફ્લેશ અને ટોર્ચ દ્વારા પોતાની એકતા પ્રદર્શિત કરી. દેશની આ એકતા તે લોકોના સમર્થનમાં જે લોકો અટક્યા વગર, થાક્યા વગર કોરોનાના પીડિતોની સેવા કરી રહ્યા છે, અને કોરોના વાયરસને માત આપવા એકજૂટ થયા છે. ગુજરાતના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાં પણ દિપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું છે.
કોરોના વિરૂદ્ધ દેખાઇ એકતા
દેશભરમાં લોકોએ દીવડા અને મીણબત્તી પ્રગટાવીને એકતાનો સૌથી મોટો સંદેશ આપ્યો છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ આતશબાજી પણ થઇ અને લોકોએ સોશિયલ મીડિયા પર ફોટો પણ ખુબ શેર કર્યા. દેશવાસીઓએ પોતાની એકતા દેખાડી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ, નેતાઓ સહિતના તમામ લોકોએ દીપ પ્રગટાવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું દીપ પ્રાગટ્ય
દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીએ આજે 9 વાગ્યે દીપ પ્રાગટ્ય કરવાની અપીલ કરી હતી. ત્યારે તેમણે પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું. તેમણે દીવો પ્રગટાવીને પોતાના ટ્વિટર પર શેર કર્યા છે. જેમાં તેમણે કેપ્શનમાં એક શ્લોક પણ લખ્યો છે.
સીએમ રૂપાણીએ પત્ની અંજલી સાથે દીપ પ્રગટાવ્યા હતા
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પત્ની અંજલી રૂપાણી સાથે દીપ પ્રગટાવ્યા હતા. પોતાના ઘરના આંગણે તેમણે દીપ પ્રાગટ્ય કર્યું હતું.
રાષ્ટ્રપતિએ કર્યું દીપ પ્રાગટ્ય
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાષ્ટ્રપતિ ભવનમાં દીપ પ્રજવલિત કર્યા હતા. પોતાના પત્ની સાથે તેમણે દીપ પ્રાગટ્ય કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ પણ દીપ પ્રગટાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ 9 વાગ્યે પોતાના ઘરની બહાર દીવો પ્રગટાવ્યો છે. તો તેમની સોસાયટી અને આસપાસના લોકોએ પણ પ્રધાનમંત્રીની અપીલ બાદ દીપ પ્રગટાવ્યો હતો.