આજે આખો દેશ પીએમ મોદીના સંબોધનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતો,અને આજે પીએમ મોદીએ લોકડાઉનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે,કોરોના વાયરસને લઇને જાહેર કરેલા લોકડાઉનનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકડાઉનને લઇને ફરી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીએ સંબોધનમાં દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. 20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે તેમ છતાં જો નિયમોનું પાલન નહીં થતું હોય તો તમામ છુટછાટ પરત લઇ લેવામાં આવશે.
20 એપ્રિલ બાદ મળશે શરતો સાથે છૂટ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધ લડાઈમાં વધુ કઠોરતા વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, દરેક જિલ્લા અને દરેક રાજ્યનું નિરીક્ષણ કરવામાં આવશે. લૉકડાઉનનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે? તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે સફળ થશે, જે હોટસ્પોટ વધવા દેશે નહીં, ત્યાં 20 એપ્રિલ બાદ કેટલિક જરૂરી વસ્તુમાં છૂટ આપવામાં આવશે. પરંતુ તે યાદ રાખો કે આ મંજૂરી શરતી હશે. લૉકડાઉનના નિયમ જો તૂટે છે તો તમામ મંજૂરી પરત લઈ લેવામાં આવશે. દેશમાં જે વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે તેની ઉપર કડક નજર રાખવામાં આવશે
જો કે તેમ છતાં પીએમના આ રાષ્ટ્રજોગ સંદેશ પહેલા જ દેશના 10 રાજ્યોમાં એપ્રિલ મહિનાના અંત સુધીમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેમાં 10 રાજ્યોએ લોકડાઉન વધારવાની પહેલા જ જાહેરાત કરી દીધી હતી. જેમાં ઓડિસા, પશ્વિમ બંગાળ, તામિલનાડુ, તેલંગાણા, ઓડિસા, મેઘાલય, મિઝોરમ, પોંડિચેરીમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. જો કે પંજાબેમાં 1લી મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના સામેની ભારતની લડાઇ મજબુતાથી ચાલી રહી છે. લોકોએ મુશ્કેલીનો સામનો કરીને દેશને બચાવ્યો છે. આપણે કોરોનાથી થતા નુકસાનને ટાળવામાં સફળ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે અનુશાસિત સિપાહીની જેમ દેશવાસીઓ કર્તવ્ય નિભાવે છે, સૌને નમન કરુ છું. કોરોનામાં ભારતની લડાઇ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. સામુહિક શક્તિનો સંકલ્પ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રધ્ધાંજલી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, દૂધ, રાશનની દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે બસ, ટ્રેન, ધાર્મિક સ્થળોમાં જવા-આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.