પીએમના આવાસ ઉપર એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું, જે બાદ હોબાળો મચી ગયો હતો. દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આજે સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ જોઈને પીએમની સુરક્ષામાં તૈનાત એસપીજી તરત જ એલર્ટ મોડમાં ગઈ હતી. આ પછી પોલીસને માહિતી આપવામાં આવી હતી. SPGએ સવારે 5.30 વાગ્યે પોલીસને જાણ કરી. આ પછી પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસ લાંબા સમય સુધી પ્રયાસ કરતી રહી, પરંતુ કંઈ થયું નહીં. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે ડ્રોન વડાપ્રધાનના આવાસની ઉપર નો ફ્લાઈંગ ઝોન પર ઉડી રહ્યું હતું.