દેશમાં ડીઝલની કિંમતમાં આજે એકવાર ફરીથી ઈતિહાસ બની ગયો છે. દેશમાં પ્રથમવાર આ ઇંધણની કિંમત 81 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા સોમવારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 11 પૈસાનો વધારો કરવાને કારણે દિલ્હીમાં તે 81.05 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે.
પરંતુ આ દિવસે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પાછલા મંગળવારે પણ ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો થયો હતો. જ્યારે પેટ્રોલની કિંમતોમાં છેલ્લે 29 જૂને 5 પૈસાનો વધારો થયો હતો. દિલ્હી દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં પેટ્રોલથી મોંઘુ ડીઝલ વેચાઇ છે.
કોવિડ-19નો પ્રકોપ ભલે ભારતમાં ખુબ વધી રહ્યો છે, પરંતુ વિશ્વભરની અર્થવ્યવસ્થામાં તે અવસાન પર છે. ત્યારબાદ ત્યાં અર્થવ્યવસ્થામાં કામકાજ શરૂ થવાને કારણે કાચા તેલની કિંમતમાં ઉછાળના લક્ષણો દેખાવા લાગ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા શુક્રવારની સવારે કારોબાર શરૂ થયો ત્યારે બજાર નરમ હતુ પરંતુ કારોબારની સમાપ્તિના સમયે તેમાં એક ડોલર પ્રતિ બેરલનો વધારો થયો હતો.
સરકારી તેલ કંપનીઓએ આજે એકવાર ફરી ડીઝલની કિંમતોમાં 11 પૈસનો વદારો કર્યો, જ્યારે પેટ્રોલની કિંમત યથાવત છે. કાલે પણ માત્ર ડીઝલ 16 પૈસા મોંઘુ થયું હતું. પેટ્રોલની વાત કરીએ તો તેમાં છેલ્લા 14 દિવસથી વધારો થયો નથી. તેના ભાવમાં છેલ્લે 29 જૂને વધારો થયો હતો, તે પણ 5 પૈસા પ્રતિ લિટર. દિલ્હીમાં આજે એટલે કે 13 જુલાઈ, સોમવારે પેટ્રોલની કિંમત 80.43 રૂપિયા પર ટકી રહી, પરંતુ ડીઝલ ઉછળીને 81 રૂપિયાને પાર પહોંચી ગયું છે. હવે તેનું વેચાણ 81.05 રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે થઈ રહ્યું છે.