જો તમે પણ રાશનકાર્ડ ધારક છો તો તમારા માટે એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે એક નિયમમાં ફેરફાર કર્યો છે. નિયમમાં કહેવાયું છે કે ખાદ્યમંત્રાલયે રાશનકાર્ડને આઘાર સાથે જોડવાની તારીખ વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરી છે. સરકારના આ નિર્ણયનો ફાયદો કરોડો લાભાર્થીઓને મળવાની આશા છે.
એક નિવેદનમાં કહેવાયું છે કે દરેક રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાશનકાર્ડ અને આધાર સંખ્યાથી જોડવાની જવાબદારી ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગની છે. જેને 7 ફેબ્રુઆરી 2017ના રોજ જાહેર કરવામાં આવી હતી. હવે આ સમય મર્યાદાને વધારીને 30 સપ્ટેમ્બર 2020 સુધી કરી દેવાઈ છે. એટલે કે જો તમે રાશનકાર્ડ ધારક છો તો તમે આધાર લિંકિંગ 30 સપ્ટેમ્બર સુધી કરાવી શકો છો
જ્યાં સુધી મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ સૂચનાઓ જાહેર નહીં કરે ત્યાં સુધી કોઈ પણ યોગ્ય લાભકર્તાનું રાશનને નકારી શકે નહીં. મંત્રાલયે કહ્યું કે આધાર નંબર ન હોવાને કારણે કોઈનું રાશનકાર્ડ રદ થશે નહીં.
દેશમાં કોરોનાને કારણે લોકડાઉન લાગુ છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો, જે 25 માર્ચથી અમલમાં આવ્યો હતો. 17 મેના રોજ સમાપ્ત થવાનો છે. આ કટોકટીમાં લોકોને ભોજનની સમસ્યા ન રહે તે માટે કેન્દ્ર સરકારે ત્રણ મહિના માટે કુલ 15 કિલો મફત રાશનની જાહેરાત કરી હતી.