કોરોનાના કહેર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ અર્થ દિવસ નિમિત્તે ધરતી માતાનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે ધરતી માતાના આંતરરાષ્ટ્રીય દિવસ પર તેમના દ્વારા આપણા બધાની સારસંભાળ અને અપાર કરૂણા માટે પોતાના ગ્રહનો આભાર વ્યક્ત કરુ છું.
આવો આપણે એક સ્વચ્છ, સ્વસ્થ, અને અધિક સમૃદ્ધ ગ્રહની દિશામાં કામ કરવાનો સંકલ્પ લઇએ. કોરોના જેવી વૈશ્વિક મહામારીને હરાવવા માટે કામ કરી રહેલા યોદ્ધાઓની જય-જયકાર કરીએ અર્થાત્ તેમનું સમર્થન અને તેમની પ્રશંસા કરીએ.
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં Covid-19 થી મરનાર આંકડાઓ 640ને પાર પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગ તરફથી બુધવારે જારી કરવામાં આંકડાઓ મુજબ, ભારતમાં કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં 640 લોકોનાં મોત થયા છે જ્યારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 19,984 પર પહોંચી ગઇ છે.