મહારાષ્ટ્રનું અમરાવતી શહેર હવાઈ નેટવર્ક સાથે જોડાયેલું છે. આજે અમરાવતી એરપોર્ટથી હવાઈ સેવાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેવા હેઠળ, મુંબઈથી અમરાવતી સુધી અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઇટ્સનું સંચાલન થશે. આ રૂટ પર એલાયન્સ એર ATR 72 ફ્લાઇટ્સ ઉડાન ભરશે. આ પ્રસંગે અમરાવતીના ભૂતપૂર્વ સાંસદ અને ભાજપ નેતા નવનીત રાણા પણ હાજર હતા.
અમરાવતી શહેરથી 15 કિમી દૂર બેલોરા સ્થિત એરપોર્ટથી હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ એરપોર્ટ ઘણા સમયથી તૈયાર હતું અને અમરાવતીના લોકો ફ્લાઇટ્સ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આજે, હવાઈ ફ્લાઇટ્સના સંચાલન સાથે, આ પ્રદેશને તેની પહેલી હવાઈ કનેક્ટિવિટી મળી છે જે આ વિસ્તારના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આજે ઉદ્ઘાટન સાથે અમરાવતી માટે હવાઈ સેવાઓનો પ્રારંભ થયો. હવે પશ્ચિમ વિદર્ભ દેશના બાકીના ભાગ સાથે સીધો જોડાણ ધરાવે છે જે આ પ્રદેશના આર્થિક વિકાસમાં ખૂબ મદદ કરશે. આ ક્ષેત્રમાં વ્યવસાય અને પર્યટન બંનેને મોટો વેગ મળશે.