કેન્દ્ર સરકારે મંગળવારે દિલ્હીમાં તીન મૂર્તિ ભવન સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (NMML)નું નામ બદલી નાખ્યું છે. હવે આ જગ્યા પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી (PMMS)ના નવા નામથી ઓળખાશે. સરકારે 16 જૂને જ આ મ્યુઝિયમનું નામ બદલવાની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટથી તેને નવા નામથી ઓળખવામાં આવશે.
કોંગ્રેસે વિરોધ કર્યો હતો
નહેરુ મેમોરિયલ મ્યુઝિયમના નામ બદલવાને લઈને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જેમની પાસે કોઈ ઈતિહાસ નથી તેઓ બીજાના ઈતિહાસને ભૂંસવા નીકળ્યા છે. તેમણે કહ્યું હતું કે નામ બદલતા પહેલા વડાપ્રધાન નેહરુના વ્યક્તિત્વને ઘટાડી શકાય નહીં.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube
The post સરકારે દિલ્હીના નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલી નાખ્યું, હવે આ નામથી ઓળખાશે first appeared on SATYA DAY.