દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી જંગની વિરુદ્ધ પહેલી હરોળમાં ઉભા સ્વાસ્થ્ય કર્મીઓ પર થઇ રહેલા હુમલા જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટમાં સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા માટે મહામારી રોગ 2020 વટહુકમ લાવવામાં આવ્યો.
તેના પર પીએમ મોદીએ કહ્યું કે સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષાની સાથે કોઇ સમજૂતી નહીં કરવામાં આવે. પીએમ મોદી 27 એપ્રિલે તમામ મુખમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે.
પીએમ મોદીએ બુધવારે ટ્ટિટ કરી લખ્યું, મહામારી રોગ વટહુકમ 2020 એ સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા પ્રત્યેક કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા જાહેર કરે છે, જે કોવિડ 19 વિરુદ્ધ અગ્રણી રુપે જંગ લડી રહ્યા છે. આ આપણા પ્રોફેશનલ્સની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તેમની સુરક્ષાની સાથે કોઇ સમજુતી નહીં કરવામાં આવે.
પીએમ મોદી 27 એપ્રિલે તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. આ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણ અને લૉકડાઉન પર ચર્ચા કરાશે. નોંધનીય છે કે આ પહેલા વડાપ્રધાને 3 મે સુધી દેશમાં લૉકડાઉન જાહેર કર્યું હતું.