રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે જાણીતા મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મલયાલમ લેખકના નિધનથી સાહિત્ય જગતને ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે. પ્રખ્યાત મલયાલમ લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમટી વાસુદેવન નાયરનું બુધવારે અવસાન થયું. તેઓ 91 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે સાંજે 5 વાગ્યે માવૂર રોડ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.
એમટી વાસુદેવન નાયર , જેમની એક મહિનાથી વધુ સારવાર ચાલી રહી હતી, તેમનું
બુધવારે અવસાન થયું. તેઓ 91 વર્ષના હતા. બીમારીના કારણે એક મહિનાથી વધુ સમયથી તેની સારવાર ચાલી રહી હતી. 16 ડિસેમ્બરે તેમને શ્વાસની તકલીફને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે 10 વાગ્યે અહીંની ખાનગી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. કાર્ડિયોલોજિસ્ટ્સ અને સઘન સંભાળ નિષ્ણાતો સહિત ડોકટરોની એક ટીમ હોસ્પિટલમાં તેમની સારવાર કરી રહી હતી.
‘MT’ તરીકે જાણીતા નાયરે સાત દાયકાની કારકિર્દીમાં છ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું અને નવ નવલકથાઓ, 19 ટૂંકી વાર્તા સંગ્રહો અને 54 પટકથા લખી હતી. તેણે છ ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ભાવુક શ્રદ્ધાંજલિ આપી
મામૂટી, મોહન લાલ અને મંજુ વોરિયર સહિત મલયાલમ ફિલ્મ ઉદ્યોગની અગ્રણી હસ્તીઓએ સુપ્રસિદ્ધ એમટી વાસુદેવન નાયરને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્ય અભિનેતા મોહનલાલ અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એમટીના નિવાસસ્થાન ‘સિથારા’ પહોંચ્યા હતા. મોહનલાલે કહ્યું કે એમટીએ મને મારી ફિલ્મી કરિયરમાં સૌથી યાદગાર પાત્રો આપ્યા. મારા સંસ્કૃત નાટકો જોવા તેઓ મુંબઈ પણ આવતા અને જ્યારે પણ હું કોઝીકોડ જતો ત્યારે તેમને મળતો. અભિનેતા મામૂટીએ ફેસબુક પર એક ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું, ‘MTના હૃદયમાં સ્થાન મેળવવું એ મારી કારકિર્દીનું સૌથી મોટું આશીર્વાદ છે.’