આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતને વર્લ્ડ કપ અપાવનાર કપ્તાન M S ધોનીએ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. નોંધનીય છે કે ધોની ઘણા સમયથી મેદાનમાં ઉતર્યા નહોતા અને IPLમાં કમબેક કરવા જઈ રહ્યા છે. તેમની નિવૃત્તિની અટકળ આ વર્ષે તેજ બની હતી.
મહેન્દ્રસિંહ ધોનીએ સંન્યાસની કરી જાહેરાત બાદ ક્રિકેટપ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે વર્લ્ડ કપ બાદ એક પણ મેચ નહીં રમેલા ધોનીએ અચાનક જ પોતાની નિવૃત્તિ જાહેર કરીને લોકોને ચોંકાવી દીધાં છે.
જો કે ક્રિકેટ જગતમાંથી સંન્યાસની જાહેરાત કરાઈ છે ત્યારે ધોની IPLમાં રમવાનું ચાલુ રાખશે. મહત્વનું છે કે વિશ્વકપ 2019 બાદ ધોની એકપણ મેચ નથી રમ્યો અને ત્યારથી તેના રિટાયર્મેન્ટની અટકળો તેજ બની હતી. આખરે ધોનીએ 39 વર્ષે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.
તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.