કોરોના કહેર વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે,ધરતીનો તાત એટલે ખેડૂત, આપણે સૌ જાણીએ છીએ કે જો ખેડૂત ન હોય તો વિશ્વની શું દશા થાય. ખેડૂતો પાકના ઓછા ભાવ મળવાને કારણે તો ક્યારેક વધારે પડતા વરસાદને કારણે પાક ન થાય તેની ચિંતાને લઇને આત્મહત્યા કરતા જોવા મળે છે.
શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શેરડીના ભાવમાં રાજ્ય સરકારે પ્રતિ ક્વિનટલ 10 રૂપિયાનો વધારો કર્યો છે. શેરડીના વ્યાજબી અને પુનમૂલ્ય ભાવ પ્રતિ ક્વિનટલ 10 રૂપિયા વધારવાને મંજૂરી મળી ગઈ છે.
અત્યાર સુધી 275 રૂપિયા પ્રતિ ક્વિનટલ ભાવ મળતો હતો. જેમાં વધારો કરીને 285 કરવામાં આવી છે. આગામી સિઝનમાં નવા ભાવ પ્રમાણે શેરડીની ખરીદી થશે. કેન્દ્રીય કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં શેરડીના ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને રાહત આપવા માટે સરકારે આ નિર્ણય કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ખાંડનુ વર્ષ દરેક વર્ષે 1 ઓક્ટોબરથી લઇને આવતા વર્ષે 30 સપ્ટેમ્બર સુધી ચાલતુ હોય છે. ગયા વર્ષે ખરીદ મુલ્યમાં વધારો ન કરવાને કારણે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. FRPએ કિંમત છે જે કિંમત પર ખેડૂતો પાસેથી શેરડી ખરીદવામાં આવે છે.
મોદી સરકારના આ નિર્ણય બાદ શેરડી ખરીદવાની કિંમત 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગયુ છે. આ પહેલા 2019-20 અને 2018-19ના ખરીદ મુલ્યમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નહોતો.