જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબેના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ અંગે ટ્વિટ કરતા લખ્યું છે કે હું મારા સૌથી પ્યાર મિત્રોમાંથી એક શિન્જો આબેના દુઃખદ નિધનથી સ્તબ્ધ અને દુઃખી છું. તેમણે જાપાન અને વિશ્વને એક સારી જગ્યાએ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ શિન્ઝેના નિધન પર આવતીકાલે એટલે કે 9 જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ટોકિયોમાં થયેલી તાજેતરની મુલાકાતનો ફોટો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળીબારના સમાચાર પછી વડાપ્રધાન મોદીએ તરત જ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હુમલાથી હું ખૂબ જ વ્યથિત છું. મારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકોની સાથે છે.
વડાપ્રધાન મોદીને શિન્ઝો આબે સાથે સારા સંબંધો છે. તેમની ગુજરાત અને બનારસ યાત્રા ચર્ચાસ્પદ રહી હતી. ગત વર્ષે ભારત દ્વારા આબેનું પદ્મ ભૂષણથી સન્માન કરાયું હતું. ભારતને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.