ભારતીય બજારમાં આ કારની કિંમત બેઝ મોડલ માટે રૂ. 14.10 લાખથી શરૂ થાય છે અને ટોપ-એન્ડ મોડલ માટે રૂ. 16.47 લાખ સુધી જાય છે. તમને જણાવી દઈએ કે જો તમે આ કાર ખરીદવા માંગતા હોવ તો વાહન નિર્માતા કંપની 73 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તે તેના ટોપ-સ્પેક M6+ વેરિઅન્ટ પર રૂ. 73,000 સુધીના લાભો ઓફર કરી રહી છે.
મહિન્દ્રા ભારતીય બજારમાં સૌથી વધુ વેચાણ કરતી કાર કંપની છે. આજના સમયમાં ભારતીય માર્કેટમાં મહિન્દ્રાની મહત્તમ એસયુવીનો દબદબો છે. મહિન્દ્રાની બોલેરો, સ્કોર્પિયો અથવા XUV700 આજે લોકોના દિલ પર રાજ કરી રહી છે. પરંતુ એક કાર એવી છે જેણે મહિન્દ્રાની 8 સીટર કારને પાછળ છોડી દીધી છે. આ કારનું નામ મારુતિ અર્ટિગા છે. જેના કારણે મહિન્દ્રા મરાઝો પાછળ રહી ગઈ હતી. મહિન્દ્રાની આ 8 સીટર કાર એપ્રિલમાં 0 લોકોએ, મેમાં 33 અને જૂનમાં માત્ર 79 લોકોએ ખરીદી છે.
મહિન્દ્રા મરાઝોએ એપ્રિલમાં એક પણ કાર વેચી નથી
આ વર્ષે જાન્યુઆરી 2023માં, આ MP V નું વેચાણ 164, ફેબ્રુઆરીમાં 171, માર્ચમાં 490 હતું. પરંતુ, એપ્રિલ 2024માં આ કારનું એક પણ યુનિટ વેચાયું ન હતું. બીજી તરફ મે 2023ની વાત કરીએ તો માત્ર 33 લોકોએ જ તેને ખરીદી છે.
મે 2023ની સરખામણીએ જૂન 2023ના છેલ્લા મહિનામાં તેના વેચાણમાં ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, જૂન 2022માં વેચાયેલા 124 યુનિટની સરખામણીમાં, Marazzoનું વેચાણ જૂન 2023માં 36 ટકા ઘટીને 79 યુનિટ થયું છે. તેણે મે 2023માં વેચાયેલા 33 યુનિટની સરખામણીમાં MoM વેચાણમાં 139 ટકા વૃદ્ધિ નોંધાવી છે.