અજિત પવારના વિદ્રોહ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે અજિત પવારની સંપત્તિ કાકા શરદ પવાર કરતા બમણી છે. ચાલો જાણીએ.
મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પરના એફિડેવિટ મુજબ સીએમ એકનાથ શિંદે પાસે 11 કરોડ 56 લાખ 12 હજાર રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે.
એફિડેવિટ અનુસાર શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ 143.26 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આમાં જંગમ અને સ્થાવર બંને મિલકતનો સમાવેશ થાય છે.
બીજી તરફ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસ પાસે 3.78 કરોડ રૂપિયાની સંપત્તિ છે, ફડણવીસની પત્ની અમૃતા મુંબઈ એક્સિસ બેંકની વાઇસ પ્રેસિડેન્ટ છે.
એફિડેવિટ અનુસાર, NCP ચીફ શરદ પવારની કુલ સંપત્તિ માત્ર 32.73 કરોડ રૂપિયા છે.
પાંચમી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન બનેલા અજિત પવાર પાસે કુલ જંગમ અને સ્થાવર સંપત્તિ 75.48 કરોડ રૂપિયા છે.