મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ખાતર પ્લાન્ટના રિએક્ટરમાં વિસ્ફોટ થતાં ગેસ લીકેજને કારણે બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં નવ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. કડેગાંવ તહસીલના શાલગાંવ MIDCમાં આવેલી મ્યાનમાર કેમિકલ કંપનીમાં ગુરુવારે સાંજે 6.30 વાગ્યે આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે ખાતર પ્લાન્ટ રાસાયણિક ધુમાડો છોડતો હતો ત્યારે વિસ્ફોટ થયો હતો.
કડેગાંવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સંગ્રામ શેવાળેએ જણાવ્યું હતું કે, “ગેસ લીક થવાને કારણે યુનિટમાંથી લગભગ 12 લોકોને અસર થઈ હતી. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી બે મહિલા કર્મચારી અને એક સુરક્ષા ગાર્ડનું મૃત્યુ થયું હતું.” નવ લોકો ઘાયલ થયા છે, તેમની સારવાર ચાલુ છે.” સાંગલીના પોલીસ અધિક્ષક સંદીપ ઘુગેએ જણાવ્યું કે એમોનિયા ગેસ હોવાની આશંકા છે. ઘાયલોમાંથી સાતને કરાડની સહ્યાદ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી પાંચ ICUમાં છે. મૃતકોની ઓળખ સાંગલી જિલ્લાના યેતગાંવની સુચિતા ઉથલે અને સાતારા જિલ્લાના મસુરની નીલમ રેથ્રેકર તરીકે થઈ છે.