કોરોના વાયરસને લઈને જાહેર કરવામાં આવેલુ લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવ્યું છે. મોદી સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આમ ચોથા તબક્કાના લોક્ડાઉનને વધુ 14 દિવસ સુધી લંબાવી દેવામાં આવ્યું છે.
જોકે આ દરમિયાન શું શું છુટછાટ આપવામાં આવશે તેની હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. થોડી જ વારમાં કેન્દ્ર સરકાર તરફથી આ બાબતેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
લોકડાઉન 3.0નો આજે છેલ્લો દિવસ હતો. આજે 17મી મે ના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો પુરો થઈ રહ્યો હતો. પરંતુ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ હજી સંપૂર્ણ નિયંત્રણમાં ના હોવાથી કેન્દ્રએ ફરી એકવાર લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આજે જ મહારાષ્ટ્ર, પંજાબ અને તમિળનાડુની રાજ્ય સરકારોએ પોતાને ત્યાં લોકડાઉન 31મે સુધી વધારવાની જાહેરાત કરી દીધી હતી. કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ત્રણ રાજ્યોની સરકારોએ આ નિર્ણય લીધો હતો. હવે કેન્દ્રની મોદી સરકારે પણ લોકડાઉન 31મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે.