કોવિડ -19 સંકટને રોકવા ચાલુ લોકડાઉનને કારણે દેશના પર્યટન ઉદ્યોગને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. વૈશ્વિક મહામારીને કારણે મુસાફરી, હોટલ, રેસ્ટોરન્ટ્સ બંધ છે. જેના કારણે તેને સૌથી વધારે ફટકો પડ્યો છે. તેમજ આ વર્ષ દરમિયાન લોકો ડરના લીધે પ્રવાસ બને તેટલો ટાળવાનો પ્રયાસ કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.
પર્યટન ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા, ફેડરેશન એસોસિએશન ઇન ઇન્ડિયા ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી તેનો અંદાજ બમણો કર્યો છે. આ અગાઉ માર્ચમાં સરકારને સુપરત કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યું હતું કે ઉદ્યોગને રૂ .5 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો.
માંગમાં ઘટાડો થવાને કારણે એપ્રિલમાં દેશના આઠ મોટા શહેરોમાં મકાનોની કિંમતમાં 2-9% ઘટાડો થયો છે. મેજિકબ્રિક્સ ડોટ કોમ અનુસાર ટાયર -1 શહેરોમાં મકાનોના ભાવમાં 15 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે સરેરાશ 4% ઘટાડો નોંધાયો છે. હૈદરાબાદમાં કિંમતોમાં 9%, બેંગ્લોરમાં 5% અને દિલ્હી-એનસીઆરમાં 3% ઘટાડો છે.