કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 2 ભાગમાં લાગૂ થયેલુ 40 દિવસનું દેશવ્યાપી લૉકડાઉનમાં પૂર્ણ થઈ રહ્યું છે. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રાલયે 15 એપ્રિલે પોતાના દિશા નિર્દેશોમાં ફેરફાર કરીને રાજ્યોને લૉકડાઉનમાં ફસાયેલા લોકોને ઘરે લઈ જવાની પરમિશન આપવામાં આવી છે. હાલ સુધીના સંકેત કહે છે કે લૉકડાઉનની પરિસ્થિતિ સામાન્ય બનશે. આ સમયે જાણો 4 મે બાદ કઈ કઈ જગ્યાઓએ તમને રાહત કે છૂટ મળી શકે છે.
4મેથી ગ્રીન અને ઓેરેન્જ ઝોનમાં નિયમોમાં થોડી રાહત આપવામાં આવશે. આ વિસ્તારોમાં પહેલાંથી જ ગૃહમંત્રાલયે બિન જરૂરી સામાન, સેવાઓની દુકાનો ખોલવાની પરમિશન આપી છે. અહીં દરેક દુકાનો ખોલવાની પરમિશન આપવામાં આવી શકે છે. ગ્રીન ઝોન એ છે જે કોરોનાથી મુક્ત થયા છે અને છેલ્લા 28 દિવસોી અહીં કોઈ નવા કેસ આવ્યા નથી. ઓરેન્જ ઝોનમાં 14 દિવસોથી નવા કેસ આવ્યા નથી અને એક્ટિવ કેસવાળા રેડ ઝોન છે અહીં લૉકડાઉનમાં છૂટ મળવાની શંકા ઓછી છે.
દેશમાં કોરોનાથી 300 જિલ્લા એવા છે કે જે કોરોના મુક્ત છે. અહીં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. આ જિલ્લામાં 4 મે બાદ કામકાજ શરૂ કરવામાં આવશે. અહીં દરેક દુકાનો, કામકાજ,નાના મોટા ઉદ્યોગ અને ઓફિસો ખોલી શકાય છે.
ઈન્ટ્રા ડિસ્ટ્રીક્ટ ટ્રાન્સપોર્ટને પણ છૂટ આપવામાં આવી શકે છે. પાસેના ગ્રીન ઝોનના જિલ્લામાં ટ્રાન્સપોર્ટ પણ શરૂ કરી શકાય છે. આ સમયે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જરૂરી છે.