કોરોના વાયરસની મહામારી દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બિહારમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસના વધતાં કેસને જોતા લોકડાઉનની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે.
નીતીશ સરકાર દ્વારા એક આદેશ બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે હવે રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા લોકડાઉનને 16મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું હતું.
બિહારમાં કોરોના વાયરસ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એક લાખ કેસ અને 461 લોકો કાળનો કોળિયો બની ગયા છે જ્યારે 72 હજાર લોકોએ વાયરસને મ્હાત આપી છે. આમ વધતાં જતા કેસને જોતા રાજ્યમાં લોકડાઉન લંબાવી દેવાની ફરજ પડી છે.
જોકે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. બિહારમાં નીયાત કર્ફ્યું રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી રહેશે. દુકાનો અને બજારોને બાકી નિયમો મુજબ જ ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આખા રાજ્યમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો બંધ રહેશે.
ત્યારે વધુમાં રેસ્ટોરન્ટમાં માત્ર હોમ ડિલીવરીને જ મંજૂરી આપવામાં આવી છે. સરકારી અને પ્રાઈવેટ ઓફીસમાં 50 ટકા કર્મચારીઓને જ મંજૂરી આપવામાં આવશે. આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને કન્સ્ટ્રકશનથી જોડાયેલ ગતિવિધિઓ ચાલુ રાખવામાં આવશે.
નોંધનીય છે કે બિહારના પડોશી રાજ્ય ઝારખંડમાં લોકડાઉન પહેલાથી જ લંબાવી દેવામાં આવ્યું છે. આ રાજ્યમાં લોકડાઉન 31મી ઓગસ્ટ સુધી લંબાવી દેવાયું છે અને 10 વાગ્યા પછીથી નાઈટ કર્ફ્યુંની જોગાવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં મોલ, સ્કૂલ, કોલેજ, કોચિંગ સેન્ટર, જિમ, પાર્ક, હોટેલ,સિનેમા હોલ વગેરે બંધ રહેશે.