2020માં એક પછી એક દુર્ઘટના સર્જાઇ રહી છે,કેરળના કોઝિકોડ એરપોર્ટ પર રન-વે પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. વિમાન રનવે પર લપસી પડ્યા બાદ વિમાન ક્રેશ થતાં બે ટુકડા થયા હતાં જેમાં 10 બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 191 પેસેન્જર્સ સવાર હતા.
આ ઘટનામાં પ્રાથમિક માહિતી મળતાં અકસ્માતમાં એક પાયલોટનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે.કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી ગયું. જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. રનવે પર વિમાનના લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાનના બે ટુકડા થઇ ગયા છે.
વિમાન દુબઇથી આવતું હતું, જેમાં 191 યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોતનાં સમાચાર સામે આવી રહ્યાં છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થા છે.પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયા એક્સપ્રેસ AXB1344, બોઇંગ 737 દુબઇથી કાલીકટ આવી રહ્યું હતું. વિમાનમાં 191 લોકો સવાર હતા.
ભારે વરસાદના કારણે રનવે પર લેન્ડિંગ બાદ વિમાન લપસી ગયું અને ખીણમાં પડી ગયું અને વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.કેરળના કોઝીકોડમાં રનવે પર વિમાન લપસ્યાની ઘટના સામે આવી છે. કોઝીકોડના કરીપુર એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ઉતરતા સમયે રનવે પર લપસ્યું હતું. આ વિમાન દુબઈથી યાત્રીઓને લઇને આવી રહ્યું હતું.
વિમાન દુબઇથી 191 મુસાફરો લઇને આવી રહ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. DGCAએ આ મામલે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે.મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં પાયલોટનું મોત થયું છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયું હોવાનું જણાય આવે છે.
રાહત અને બચાવ કામગીરી માટે NDRFની એક ટીમ કોઝિકોડ માટે રવાના થઇ ચૂકી છે. NDRFના 50 જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મલ્લાપુરથી NDRFની ટીમ મોકલવામાં આ દુર્ઘટના ભારે વરસાદ વચ્ચે 7:45 વાગ્યે બની હતી. આ અંગે કોન્ડોટી પોલીસે જણાવ્યું હતું કે, દુબઇ-કોઝિકોડ એર ઇન્ડિયાની ફ્લાઇટનું આજે સાંજે 7:45 વાગ્યે કરિપુર એરપોર્ટ પર ઉતરાણ સમયે ક્રેશ લેન્ડિંગ થયું હતું.
જોકે ઇજાગ્રસ્તો કે મૃતકો અંગે સંખ્યા વિશે કોઇ પુષ્ટિ નથી કરવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર, ભારે વરસાદના કારણે રનવે પર પાણી ભરાયા હતા, જેના કારણે પ્લેન રનવેથી આગળ નિકળી અને લગભગ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું. પ્લેન બહુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું અને પ્લેનના બે ભાગ થઇ ગયા છે.
શરૂઆતની જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે. ત્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહત તેમજ બચાવ કર્યા માટે એનડીઆરએફની એક ટીમ કોઝિકોડ માટે રવાના થઇ ગઇ છે. એનડીઆરએફના 50 જવાનો ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે. મલ્લાપુરમથી એનડીઆરએફની ટીમ મોકલવામાં આવશે.