રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાઈ હોવાના મીડિયામાં રિપોર્ટ વહેતા થયા હતા. આની વાતની ગંભીર નોંધ લઈને કેન્દ્ર સરકારે હવે જવાબ આપ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને એવું જણાીવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ધાર્યા કરતા પણ ઘણો વધારે છે અને કોઈ પણ માગને પહોંચી વળવા પર્યાપ્ત છે. આ અભૂતપૂર્વ વધારાને કારણે સ્થાનિક સ્તરે કેટલીક લોજિસ્ટીક હંગામી સમસ્યા ઊભી થઈ હતી. ઓઈલ કંપનીઓ આવી સમસ્યાને નિવારવા ઝડપી ગતિએ કામે લાગી ગઈ છે.
ઉલ્લેખનીય છે છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાઈ હોવાની અફવા ફેલાઈ છે અને લઈને હવે સરકારે ખુલાસો બહાર પાડ્યો છે. રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલને લઈને ભારે રામાયણ થઈ છે. સ્થિતિ એવી થઈ છે કે, પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને આઉટ ઓફ સ્ટોક લખેલું જોવા મળી રહ્યું છે. મંગળવારે રાજ્યમાં કુલ 2500માંથી 700 પંપ બંધ હોવાની વિગતો પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનને મળી છે.
શ્રીગંગાનગરમાં એસ્સાર અને રિલયાંસના તમામ પેટ્રોલ પંપ ડ્રાઈ થઈ ચુક્યા છે. પાલીમાંથી 10થી વધારે પેટ્રોલ પંપ બંધ થવાના સમાચાર છે. એડવાંસ બુકીંગ અને એડવાંસ ડીડી લગાવ્યા બાદ ડેપોમાંથી તેલ નથી મળી રહ્યું. જોધપુરમાં 60 પેટ્રોલ પંપ પર ઓયલ ખતમ થઈ ચુક્યું છે. હવે કંપનીઓએ રાશનિંગ શરૂ કર્યું છે. રિલાયંસ અને નાયરાના 50થી 55 પંપ ડ્રાઈ થયા બાદ બંધ છે.
આ બાજૂ જયપુર શહેરમાં મંગળવારે અફવા ફેલાઈ છે કે, બુધવારે રાતે પેટ્રોલ પંપ બંધ રહેશે. ત્યારે આવા સમયે શહેરના કેટલાય પેટ્રોલ પંપ પર ભીડ ઉમટી પડી હતી. બાદમાં આરપીડીએના સચિવ શંશાક કૌરાનીએ સ્પષ્ટ કર્યું છે કે, શહેરમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. આ મામલ આશુતોષ એટી પેડણેકર, સચિવ, ખાદ્ય તથા નાગરિક પુરવઠા વિભાગે કહ્યું કે, તેલ કંપનીઓની પ્રતિનિધિઓ પેટ્રોલિયમ ડીલરની સાથે બેઠક થશે. તમામ પક્ષો સાથે વાત કર્યા બાદ આ સંકટનું નિરાકરણ આવવાની આશા છે.