ટાટા ગ્રુપ અને એપલ વચ્ચે ભાગીદારી થવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર ટાટા ગ્રૂપની ડીલ તેના અંતિમ સ્વરૂપે પહોંચે તેવી શક્યતા છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર આ ડીલને ઓગસ્ટ 2023 સુધીમાં મંજૂરી મળી શકે છે. આ ડીલ પછી એપલ પહેલી એવી કંપની બની જશે જેને આઈફોન બનાવવાની મંજૂરી મળશે. આનાથી ભારતીયોને ઘણો ફાયદો થશે.
Tata iPhone 15 બનાવશે
કર્ણાટકમાં આવેલી ટાટા ગ્રૂપની વિસ્ટ્રોન ફેક્ટરી હસ્તગત કરવાના સોદાને મંજૂરી મળે તેવી શક્યતા છે. આ ડીલનું મૂલ્ય આશરે $600 મિલિયન છે. કહેવાય છે કે આ ડીલની ચર્ચા લગભગ એક વર્ષથી ચાલી રહી હતી. આ ફેક્ટરીનો ઉપયોગ iPhone 14 મોડલના ઉત્પાદન માટે થાય છે. આ ફેક્ટરીમાં 10,000 થી વધુ લોકો કામ કરે છે. રિપોર્ટ અનુસાર, માર્ચ 2024 સુધીમાં, વિસ્ટ્રોન આ ફેક્ટરીમાંથી લગભગ $1.8 બિલિયનના એપલ ફોનનું ઉત્પાદન કરશે. ટાટા આ ફેક્ટરીમાં iPhone 15નું ઉત્પાદન કરશે.
ભારતીયોને આ લાભ મળશે
ટાટાએ વચન આપ્યું છે કે જો ડીલ ફાઈનલ થઈ જશે, તો તે આવતા વર્ષ સુધીમાં ફેક્ટરીના વર્કફોર્સને ત્રણ ગણી કરશે. આનાથી મોટા પાયે નોકરીઓ વધશે અને ભારતમાંથી સ્માર્ટફોનની નિકાસને વેગ મળશે. તેમજ આઇફોન બનાવવાનો ખર્ચ ઓછો થશે. પરિણામે આગામી દિવસોમાં iPhoneની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
કંપની કેમ વેચાઈ રહી છે
રિપોર્ટ અનુસાર, એપલ સાથે જોડાણમાં વિસ્ટ્રોનને ઘણું નુકસાન થઈ રહ્યું છે. એપલ આ કરાર હેઠળ ફોક્સકોન અને પેગાટ્રોન કરતા વધુ માર્જિન લઈ રહી છે, જેના કારણે વિસ્ટ્રોનને પાછળ રહેવું પડ્યું છે. ઉપરાંત, ભારત ચીનની સરખામણીમાં વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે, જેના કારણે વિસ્ટ્રોનને તેના કર્મચારીઓ સાથે કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિમાં વિસ્ટ્રોન પોતાની કંપની વેચવા જઈ રહી છે.