કોરોના વાયરસની મહામારી વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે,કેન્દ્રીય મંત્ર મંડળના સાંસદ અધિનિયમ, 1954 ના સભ્યોના વેતન, ભથ્થું અને પેન્શનમાં સુધારાના અધ્યાદેશને સોમવારે મંજૂરી આપવામાં આવી છે. તેના અંતર્ગત 1 એપ્રિલ, 2020થી એક વર્ષ માટે ભથ્થા અને પેન્શનના 30 ટકા ઓછા કરવામાં આવ્યા છે.
https://twitter.com/i/status/1247137096487145472
કેન્દ્રી. મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યના રાજ્યપાલને સ્વેચ્છાથી સામાજિક જવાબદારીના રૂપમાં પગાર કાપનો નિર્ણય કર્યો છે. આ રકમ ભારતના કોન્સોલિડેટેડ ફંડમાં જશે.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કેબિનેટે ભારતમાં Covid-19ના પ્રતિકૂળ અસરોનું સંચાલન માટે 2020-21 અને 2021-22 માટે સાંસદોને મળનારું MPLAD ફંડને અસ્થાયી સમય સુધી રોકવામાં આવ્યું છે. 2 વર્ષ માટે MPLAD ફંટના 7900 કરોડ રૂપિયાનો ઉપયોગ ભારતની સંચિત ભંડોળમાં કરવામાં આવશે.