ભારતીય હવામાન વિભાગે 6 રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યાં 21 ઓગસ્ટથી 24 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે.
#OrangeAlerts#Bihar is under an Orange Alert for heavy to very heavy rainfall with estimates ranging from 115.6 to 204.4 mm on 23rd and 24th August.
Stay safe!#BiharRain #WeatherUpdate #Monsoon #BiharWeather@moesgoi @DDNewslive @ndmaindia@airnewsalerts pic.twitter.com/kBWhLBXYDx
— India Meteorological Department (@Indiametdept) August 20, 2023
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં 22, 23 અને 24 ઓગસ્ટના રોજ 115.6 થી 204.4 મીમી સુધીનો ભારે વરસાદ થવાની આગાહી છે. તેને જોતા રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સંભાવના છે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં 21, 22, 23 અને 24 ઓગસ્ટના રોજ 115.6 થી 204.4 મીમી સુધીના ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડના પ્રભાવિત વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની આશંકા છે.
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 22 અને 23 ઓગસ્ટના રોજ 115.6 થી 204.4 મીમી સુધીના ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશમાં 22, 23 અને 24 ઓગસ્ટના રોજ 115.6 થી 204.4 મીમી સુધીના ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સંભાવના છે.