ગુજરાત રાજ્યના CMO સચિવ અશ્વિનીકુમારે આજે ડિજિટલ પત્રકાર પરિષદમાં એક મહત્વની જાહેરાત કરી હતી. આંધ્રપ્રદેશમાં ગેસગળતરની દુર્ઘટના સર્જાઈ છે જેમાં 200થી વધુ લોકોને હોસ્પિટલાઈઝ કરાયા છે જ્યારે 10થી વધુ લોકોના મોત થયા છે ત્યારે દેશમાં એકમાત્ર વાપીમાં બનતું બચાવ કેમિકલ આંધ્રપ્રદેશ એરલિફ્ટ કરવાની તૈયારીઓ કરી છે.
ગુજરાત સરકારે આજે આંધ્ર પ્રદેશમાં સર્જાયેલી કેમિકલ ગળતરની ઘટનામાં એક મહત્વની મદદ મોકલી છે. આંધ્રપ્રદેશમાં વિશાખા પટ્ટનમ્ ખાતે ગોપાલાપટ્ટનમ્માં કેમિકલ પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં એક ટોક્સિક ગેસ રિલિઝ થવાને કારણે હોનારત સર્જાઈ હતી. આ હોનારતમાં પીટીબીસી એટલે કે, નામના કેમિકલથી લોકોના જીવ બચાવી શકાય છે. જે ફક્ક વાપીમાં જ બનતું હોવાથી આંધ્રપ્રદેશ સરકારે ગુજરાત સરકારને આ કેમિકલ મોકલવા વિનંતી કરી હતી.
બ્યુટાઈલ કેથેકોલ ફક્ત વાપીમાં બને છે. આંધ્ર સરકારના આગ્રહ બાદ સીએમ રૂપાણીએ તુરંત જ વાપી પ્લાન્ટમાંથી પીટીબીસી કેમિકલ એરલિફ્ટ કરીને મોકલવાની તમામ વ્યવસ્થા કરી લીધી છે. વાપીથી 500 કિલો કેમિકલ બાય રોડ દમણ મોકલાઈ રહ્યુ છે. ત્યાંથી દમણ એરપોર્ટથી આંધ્રપ્રદેશમાં કેમિકલ એરલિફ્ટ કરાશે.