કોરોના વાયરસથી જ્યાં એક તરફ દેશની ગતિ અટકી ગઇ છે, ત્યારે આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રવિવારના દિવસે ભારતના કિનારાના રાજ્ય ગોવા માટે નવી ઉપલબ્ધિઓ લઇને આવ્યા છે. અહીં કોરોના વાયરસના તમામ દર્દી સાજા થઇ ગયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 7 કેસ સામે આવ્યા હતા, જેમાંથી છ પહેલા જ સાજા થઇ ચૂક્યા હતા. અંતે દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ વાતની માહિતી આપી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સંતોષ અને રાહતની વાત છે કે ગોવામાં અંતે એક્ટિવ દર્દીઓના પણ રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. ડૉક્ટર અને સપોર્ટ સ્ટાફ આના વખાણવા લાયક છે. ગોવામાં 3 એપ્રિલ બાદ કોઈ નવો કેસ નથી આવ્યો.
ગોવાના તમામ ધર્મના લોકોને ભરપૂર સહયોગ મળ્યો
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે વાતચીતમાં કહ્યું કે, અમે ભલે નાના રાજ્યમાં છીએ પરંતુ અમારે ત્યાં ટુરિસ્ટ ફુટફૉલ બહુ વધુ છે. પોલીસ, સ્થાનિક તંત્ર, ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટની સાથો સાથ ગોવાના લોકોનો પણ ભરપૂર સાથ મળ્યો. અહીંના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ સલાહ માની. અહીં એટલા તહેવાર આવ્યા પરંતુ કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિને કોઈ સમસ્યા ઉભી ન કરી અને ધર્મગુરૂઓનો ભરપૂર સહયોગ મળ્યો.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ લૉકડાઉનની જે લક્ષ્મણ રેખા ખેંચી છે તેનુ આપણે 3 મે સુધી પાલન કરવું જોઇએ. ગોવામાં નિયમ અનુસાર કેટલીક છૂટ આપવામાં આવી શકે છે. તેના પર અમે વિચાર કરીશું.
18 માર્ચે મળ્યો હતો પહેલો પોઝિટિવ દર્દી
ગોવામાં કોરોના વાયરસની શરૂઆત 18 માર્ચે થઈ હતી, દુબઈથી પરત આવેલ એક નેતામાં સૌથી પહેલા સંક્રમણ જોવા મળ્યું હતું. 3 એપ્રિલ સુધી અહીં કોરોનાના 7 દર્દી મળ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં કોઈ પણ નવો કેસ નથી આવ્યો. 15 એપ્રિલ સુધી રાજ્યના છ કોરોરોના પોઝિટિવ દર્દી સાજા થઈ ચૂક્યા હતા. અંતે બચેલા એક દર્દીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો