મોંઘવારીમાં ઘટાડો થવા આવ્યો છે. જૂન મહિનામાં રિટેલ મોંઘવારી દરમાં વધારો નોંધવામાં આવ્યો છે. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે જૂનમાં છૂટક ફુગાવો વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો જૂનમાં 4.81 ટકા પર પહોંચી ગયો હતો જે મેમાં 4.31 ટકા હતો.
સરકારે બુધવારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI પર આધારિત ફુગાવાના આંકડા જાહેર કર્યા. રિટેલ ફુગાવો મે મહિનામાં 4.31 ટકા હતો, જ્યારે એક વર્ષ અગાઉ જૂન 2022માં તે 7 ટકા હતો.
ખાદ્ય ચીજોનો ફુગાવો 4.49 ટકા રહ્યો હતો
સરકારી ડેટા અનુસાર, ખાદ્ય ચીજોનો ફુગાવો જૂનમાં 4.49 ટકા હતો, જ્યારે મે મહિનામાં તે 2.96 ટકા હતો. CPIમાં ખાદ્ય ઉત્પાદનોનું વજન લગભગ અડધું છે.
ફુગાવો આરબીઆઈના 6 ટકાના આરામદાયક સ્તરથી નીચે છે
જૂનમાં છૂટક ફુગાવાના દરમાં વધારો થયો હોવા છતાં, તે ભારતીય રિઝર્વ બેંકના 6 ટકાના સંતોષકારક સ્તરથી નીચે છે. સરકારે રિટેલ ફુગાવાને 2 ટકાથી 4 ટકાની રેન્જમાં રાખવાની જવાબદારી રિઝર્વ બેન્કને સોંપી છે. રિઝર્વ બેંક છૂટક ફુગાવાના ડેટાને ધ્યાનમાં રાખીને દ્વિ-માસિક નાણાકીય સમીક્ષા કરે છે.
આરબીઆઈએ જૂનમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી
ગયા મહિનાની નાણાકીય સમીક્ષામાં, રિઝર્વ બેંકે પોલિસી રેટ રેપોને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. આ સાથે તેમણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો 4.6 ટકા રહેવાની આગાહી કરી હતી.