વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે “શ્રેષ્ઠ પ્રયાસો” કર્યા છે અને જનતા પરનો આ બોજ ઘટાડવા માટે આવનારા દિવસોમાં પ્રયાસો ચાલુ રહેશે. દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ મોંઘવારીનાં સંકટનો સામનો કરી રહ્યું છે અને મોંઘવારીએ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને જકડી લીધી છે.
તેમણે કહ્યું, “અમે દુનિયામાંથી જરૂરી સામાન પણ લાવીએ છીએ. અમે માલની આયાત કરીએ છીએ, તેમજ આયાત ફુગાવો. મોંઘવારીએ સમગ્ર વિશ્વને ઝપટમાં લીધું છે.
ફુગાવાને કાબૂમાં લેવા તમામ પ્રયાસો કર્યા
પીએમ મોદીએ કહ્યું, “ભારતે મોંઘવારી નિયંત્રણમાં રાખવા માટે તમામ પ્રયાસો કર્યા છે. અગાઉના સમયગાળાની સરખામણીએ અમને થોડી સફળતા પણ મળી છે. પણ આપણે આટલાથી સંતુષ્ટ નથી…..આપણી વસ્તુઓ દુનિયા કરતા સારી છે,આટલું જ વિચારીને આપણે જીવી ન શકીએ. મારા દેશવાસીઓ પર મોંઘવારીનો બોજ ઓછો કરવા મારે આ દિશામાં વધુ પગલાં ભરવા પડશે. અમે તે પગલાં લેતા રહીશું, મારા પ્રયત્નો ચાલુ રહેશે.”
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ મધ્યમ વર્ગના લોકો માટે ઓછા વ્યાજે મકાન ખરીદવાની સુવિધા આપવાની પણ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું, “અમે મધ્યમ વર્ગ માટે એક સ્કીમ લઈને આવી રહ્યા છીએ. જેઓ શહેરોમાં રહે છે પરંતુ ભાડાના મકાનમાં રહે છે. ઝૂંપડપટ્ટીમાં રહે છે, અનધિકૃત કોલોનીઓમાં રહે છે. જો આવા પરિવારના સભ્યો પોતાનું ઘર બનાવવા માંગતા હોય તો અમે તેમને બેંક તરફથી મળતી લોન પર વ્યાજમાં રાહત આપીને લાખો રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube
The post મોંઘવારીનો બોજ ઓછો કરવાના પ્રયાસો ચાલુ રહેશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી first appeared on SATYA DAY.