એક તરફ કોરોના વાયરસના કેસ દિવસે – દિવસે વધી રહ્યા છે,અને કોરોનાનું સંકડ વધી રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીથી માઠા સમચાર આવ્યા છે. દિલ્હી NCR, નોઇડા, ગાઝિયાબાદમાં જોરદાર ભૂંકપના આંચકા અનુભવાયા હતા. અચાનક આ રીતે ભૂંકપના આંચકા અનુભવાતા સ્થાનિકો તાત્કાલિક અસરથી ઘરની બહાર દોડી આવ્યા હતા.
પ્રાપ્ત થતી વધુ જાણકારી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.5 અનુભવાઇ હતી. આ સાથે જ સતત 5 સેકન્ડ સુધી ધ્રુજારી જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ આ મહામારી વચ્ચે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા.
લોકોમાં ભયનો માહોલ
એક તરફ દેશમાં કોરોના વાયરસને લઇને લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં અચાનક આવેલ ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તાત્કાલિક અસરથી ઘરની બહાર દોડી આવ્યા હતા.