કોરોનાની અસર અર્થવ્યવસ્થા પર પડેલી અસરને જોતા દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાનો નિર્ણય લીધો છે. મંગળવારથી દિલ્હીમાં હવે પેટ્રોલ 1.67 રુપિયે અને ડીઝલ 7.10 રુપિયા મોંઘુ પડશે.
મંગળવારે રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ બન્નેના ભાવમાં વેટ વધારી દેવાની જાહેરાત કરી હતી. પેટ્રોલમાં 27 ટકાથી વધારી 30 ટકા વેટ કરી નાંખ્યો છે. જ્યારે ડીઝલ પર 16.77 ટકાથી વધારે 30 ટકા કરી નાંખ્યો છે.
આ નિર્ણય બાદ દિલ્હીના નાણા મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ પર લખ્યુ હતું કે મુશ્કેલીના સમયે અઘરા નિર્ણયો કરવા પડે છે. નાણામંત્રી બનતા હું શીખ્યો કે જીંદગી હંમેશા શાનદાર નથી હોતી.
દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 71.26 પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 69.29 પ્રતિ લિટર થઈ ગઈ છે. ગત દિવસોમાં દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યું હતું કે સરકારે એપ્રિલમાં રેવેન્યૂ 3500 કરોડ રુથી ઘટીને 300 કરોડ રુપિયા થઈ ગઈ છે. એ સ્પષ્ટ છે કે સરકારની કમાણી પર પડેલો બોઝો પ્રજાએ ભોગવવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મંગળવારથી દારૂ મોંઘો થશે. કેજરીવાલ સરકારે દારૂ પર વિશેષ કોરોના ફી લાદવાનો નિર્ણય લીધો છે. આ ફી એમઆરપી પર 70 ટકા રહેશે. દિલ્હી સરકારનો આ નિર્ણય મંગળવારથી લાગુ થશે. આ પહેલા હરિયાણા સરકારે પણ દારૂ પર કોવિડ -19 સેસ લગાવીને લોકોને જોરદાર આંચકો આપ્યો હતો.